Wednesday, April 29, 2015

તમારા પોર્ટફોલીઓ માં કેટલી કમ્પની ના શેર હોવા જોઈએ અને રિસ્ક મેનેજ મેન્ટ કેવી રીતે કરવું ...

તમારા પોર્ટફોલીઓ માં 5 થી 10  કંપનીઓ ના શેર જ હોવા જોઈએ ....
કારણ તમે  આના થી વધુ કંપનીઓ ના શેર ના ભાવો રોજે રોજ ટ્રેક નહિ કરી શકો ...
કયા શેર નો આજનો ભાવ શું છે તેને લગતા સમાચારો રીઝલ્ટ વગેરે ની સાથે સાથે ખાસ તો તેના ભાવ આપણા સ્ટોપલોસ ભાવ કે ટાર્ગેટ ભાવ ની નજીક છે કે કેમ તે સતત ચકાસતા રહેવું પડે છે..
જો સ્ટોપલોસ થાય તો વધુ ખોટ અટકાવવા તેમાં થી નીકળી નવા શેર માં જવાનું હોય છે..
એવી રીતે ટાર્ગેટ નજીક નીકળી જઈ ને નફો પણ સતત બુક કરતા રહેવું પડે...
મારી મેથડ સતત નફો બુક કરતા રહી ને પૈસા ને સતત ફરતો રાખવાની છે..
યાદ રાખો કે કાગળ પર નો નફો એ આભાસી નફો છે ...
તમે તેને ઘર માં લઈ જઈ શકો તો જ કમાણી કરી ગણાય બાકી તો તે કાગળિયાં ઘોડા જ ગણાય ...
તેથી મેં પદ્ધતિ જ એવી બનાવી છે કે ટાર્ગેટ આગળ નીકળી જવાનું રાખવાનું ...
ટાર્ગેટ ટેકનીકલ એનાલીસીસ થી નક્કી થશે ...ને મોટે ભાગે તે ભાવે નીકળ્યા પછી તે શેર  આપણા
વેચાણ ભાવ થી નીચે જ જશે ...કોઈ કિસ્સા માં આપણે નીકળી ગયા પછી પણ ભાવો વધતા રહેતો સહેજ પણ અફસોસ કરવો નહી ...
આમ  આપણે સતત નફો ઘર પર લેતા રહેતા હોવા થી ભાવો જોતા રહેવું જરૂરી છે...
આપણી પધ્ધતિ કાગળિયાં પર ના આભાસી નફા માં નથી માનતી ...તે સતત મગજ માં રાખવું ...
નફો  થાય અને ટાર્ગેટ નજીક ભાવો આવે કે તરત નફો બુક કરી જ લેવો ....

એક વખત ખરીદ્યા પછી તેની સામે જોવાનું જ નહી તે પદ્ધતિ સફળ પદ્ધતિ નથી તેમાં સતત નફો બુક થતો નથી ...મોટે ભાગે લોકો આ સ્ટ્રેટેજી અપનાવતા હોય છે....
તેમાં કેટલાયે શેર ભારે નફો આપતા હોય છે ત્યારે લોકો તેમાંથી નીકળી શકતા નથી ...ને નફો ફક્ત કાગળ પર જ દેખાય છે ...તો કેટલાયે શેર ના ભાવો તૂટી જઈ ને  પર વગર નું નુકશાન પણ કરાવે છે ...

 મારી સ્ટ્રેટેજી પૈસો સતત ફરતો રાખવાની છે..
તેથી ૧૦ થી વધુ કમ્પનીના શેર હશે તો તેને ટ્રેક કરવામાં તમને બહુ મુશ્કેલી થશે ...

રિસ્ક મેનેજ કેવી રીતે કરશો ?
રિસ્ક મેનેજ કરવા દરેક શેર માં સરખા ભાગે પૈસા રોકો ....
જમ કે તમારે ૫ લાખ  રોકવા હોય તો  દરેક શેર માં ૧ લાખ  રોકવા ....૫ શેર માં સરખા ભાગે ...
જો કે આપણી પદ્ધતિ માં  સ્ટોપલોસ રાખેલ હોવાથી ઘણું ખરું રિસ્ક મેનેજ થઇ જ જાય છે...
પરંતુ એક માં વધુ રોકાણ  ને બીજા શેરો માં  માં ઓછું તેવું  ના થવું જોઈએ ...તેનાથી તમારી રિસ્ક તાકાત વધે છે ...માટે ૫ શેર કે ૧૦ શેર માં સરખા ભાગે રીસ્ક વહેચવા બધા માં સરખા ભાગે રોકાણ કરવું ...કોઈ એક માં વધુ ને બીજા બધા માં ઓછુ તેવું ના થવું જોઈએ ....
કોઈ પણ સંજોગો માં શેર ના ભાવ સ્ટોપલોસ થી નીચે ના ભાવે બંધ આવે કે તરત નીકળી જવું ...
કોઈ શેર પર પ્રેમ રાખવો નહી ...
કોઈ શેર નું ભવિષ્ય ગમે તેટલું સારું બતાવાય ...એનાલીસ્ટો ,,,ટીવી પર ના ન્યુઝ ,,,બ્રોકર કે મિત્રો કોઈ ગમે તે કહે કોઈ નું માનવાની જરૂર નથી ...
ભાવ  ને જ ભગવાન માનવો ...
ભાવ જે કહે તેજ સાચું માનવું ....ભાવો સ્ટોપલોસ નું કહે તો આ બધા જે કહેતા હોય ,સ્ટોપલોસ કરવો ફરજીયાત છે...તેમ ટાર્ગેટ આગળ નફો બુક કરવો પણ ફરજીયાત છે...તમે એક શેર માં થી નીકળી બીજે લગાવી પૈસો ફરતો રાખતા હોવાથી ચિંતા કરવાનું કોઈ કારણ કે નફો બુક કર્યા પછી કોઈ શેર ના ભાવો વધે કે ઘટે તેની પર ધ્યાન આપવાની જરૂર નથી ,...
તમે નીકળી ગયા પછી તે શેર ના ભાવો નું જે થવું હોય તે તમારે અફસોસ કે ખુશ થવું નહી ...એક વખત નીકળી ગયા પછી  તેની પર ધ્યાન આપવું નહી ...નવા રોકાણ પર જ ધ્યાન આપવું ...
અહી થી અપાતી મારી સૂચનાઓ નું યોગ્ય પાલન કરશો તો આ માર્કેટ માં તમે જરૂર થી મીલીયોનાર  બની શકતા તમને કોઈ અટકાવી નહી શકે ...

Saturday, April 25, 2015

સ્ટોપલોસ અને તેનું મહત્વ

શું છે સ્ટોપલોસ ?
અમુક કરતા વધુ ખોટ નહિ કરવાનું લેવલ તે સ્ટોપલોસ ...
માની લો કે તમે કોઈ સ્ટોક લીધો ...માની લો કે તેનો ભાવ 1000 રૂપિયા છે ...
હવે તમારા ખરીદ્યા પછી ભાવો નીચા જાય છે ...અને ભાવ ૯૭૫ કે ૯૫૦ થઇ ગયો ...પછી પણ વધુ તુટ્યો ,,,અને તૂટતા તુટતા ૪૦૦ કે ૫૦૦ થઇ ગયો ...મોટે ભાગે લોકો ખરીદયા પછી તેને વેચતા નથી ...સારો નફો થાય તો જ વેચવું તેવી રીતે ઉભા રહે છે ...આ પદ્ધતિ ખોટી છે ...તમારે ખરીદતી વખતે જ નક્કી કરવું કે જો ૯૭૫ કે ૯૫૦ થાય તો ખોટ સહન કરી ને પણ હું નીકળી જઈશ ...એનાથી વધુ ખોટ હું નહિ કરુ ...
આ ૯૫૦ કે ૯૭૫ તે તમારું સ્ટોપલોસ લેવલ કહેવાય ...
માની લોકે ઉપર નાં ઉદાહરણ માં ૯૭૫ પર તમે નીકળી ગયા..અને તરત બીજા શેર માં એન્ટ્રી બનાવી મતલબ બીજા તેવાજ 1000 રૂપિયા ના  શેર માં ખરીદી કરી અને તેમાં ૧૦૦ રૂપિયા નફો મળ્યો ...તો હવે તમે આગળ ના શેર માં ગયેલી 25 ની લોસ બાદ કરો તો ૭૫ રૂપિયા કમાયા ...
આને બદલે તમે એના  એજ  શેર માં પડી રહો કે રોકાણ ચાલુ રાખો અને જ્યારે નફો થયા ત્યારે જ નીકળવાનું વલણ રાખો તો તમારી મૂડી બ્લોક થાય ...ઉપરના ઉદાહરણ માં તમે જે શેર 1000 માં લીધો તે ૪૦૦ ..કે ૫૦૦ થતા થતા જ મહિનાઓ થઇ જાય ને પછી 1000 ની ઉપર જાય ત્યાં સુધી માં તો ઘણીવાર વર્ષો ના વર્ષો નીકળી જાય ...શેર બઝાર માં આવી રીતે ક્યારેય ના કમાવાય ...આવી રીતે તો તમારી મૂડી કાયમ બ્લોક જ રહે કારણ મોટા ભાગ ના કિસ્સાઓ માં લોકો ના ભાવ થી શેર ના ભાવ ખરીદ્યા પછી નીચે જ જાય છે ક્યારેય સીધી  રીતે ઉપર ના જાય ને  ના કમાવા નાં દે ...તેથી સ્ટોપલોસ પદ્ધતિ ફરજીયાત અપનાવવી પડે ...તમારો પૈસો બ્લોક નહી થવા દેવાનો તરત જ ખોટ કરતી વસ્તુ કે શેર માંથી નીકળી નવી ગીલ્લી નવો દાવ પદ્ધતિ અપનાવવી ...શેર માર્કેટ સામે ઝઝૂમવું નહિ ...જેટલી થાય તેટલી પણ તાત્કાલિક લોસ સહન કરી લઇ નવા શેર માં તેને કવર કરવા ની પદ્ધતિ રાખવી ...ઉપરના ઉદાહરણ માં જોયા પ્રમાણે ૪૦૦ કે ૫૦૦ થાય ને પાછો ભાવ 1000 ની ઉપર જાય ત્યાં સુધી તો તમે દશ શેર માં બાય સેલ કરી ને 1000 ની સામે 1000 રૂપિયા કમાઈ શકો ...મતલબ ક્યારેય પૈસા બ્લોક ના થાય તે રીતે સતત બાય સેલ કરતા રહી મોટું વળતર મળે તેવું કરતા રહેવું ...

હા....સ્ટોપલોસ થોડા મોટા અને વ્યવસ્થિત રાખવા પડે ...જેથી જલ્દી થી ખાલી ખોટા સ્ટોપલોસ ના થાય ...મોટા ભાગ ના એનાલીસ્ટો ટુકા સ્ટોપલોસ આપે છે જે ખોટા સાબિત થાય છે ...
મતલબ સ્ટોપલોસ થયા પછી તરત જે તે શેર મૂળ દિશા માં ગતિ ચાલુ રાખે છે...ઉપરના ઉદાહરણ માં જોઈએ તો ૧૦૦૦ વાળો શેર ૯૭૫ કે ૯૫૦ થયા પછી વધુ નીચે જાય તો તમારો સ્ટોપલોસ સાચો ...
એવું ના થવું જોઈએ કે ખાલી ખાલી ૯૫૦ થાય તમે નીકળી જાવ અને પછી તે સ્ટોક વધી ને ૧૨૦૦ થાય...
જોકે મારી સાથે બાય સેલ આ બ્લોગ સાથે રહી ને કરશો તો તેવું થવા ની સંભાવનાઓ ઓછી છે ..કારણ સાચા સ્ટોપલોસ આપવાનું ઉચ્ચ  કૌશલ્ય વાળું નોલેજ થી હું મોટા ભાગે સાચા સ્ટોપલોસ આપી શકું છું ...
આ એક કૌશલ્ય અથવા ટેલેન્ટ નો વિષય છે જે બધા એનાલીસ્ટો પાસે નથી હોતી ...

સ્ટોપલોસ અને કમાણી ની પદ્ધતિ નું ગણિત ...
હું ટાર્ગેટ ભાવ આપું તે ભાવે કે આ બ્લોગ માં જે તે શેર માં થી નીકળવાનું લખું  કે તરત નીકળી જવું ...કોઈ શેર પર પ્રેમ રાખવો નહિ ...અમે ચાર્ટ ના આધારે નીકળવાનું કહેતા હોઈએ છીએ...મોટા માથાઓ નું છૂપું વેચાણ કે ખરીદી ચાર્ટ પર છુપું રહેતું નથી ...મોટે ભાગે આપણ ને કોઈ કંપનીઓ ની અંદર ની માહિતી કે જેને આધારે મોટા માથા તેમાંથી નીકળતા હોય છે તે ખબર હોતી નથી ...પણ ચાર્ટ પર તેમની ગતિવિધિ પકડાઈ જાય છે ,...અમુક કરતા વધુ નીચે ભાવો જાય તો તે શેર માં અમે તમને નીક્ળવાનું કહેતા હોઈએ છીએ..
ઘણી વખત આપણે ખરીદ્યા પછી ભાવો કોઈ ખરાબ સમાચારો ને લીધે તૂટી જાય ત્યારે પણ નીકળી જવું ...
ટુક માં ચાર્ટ ના આધારે ખરીદી વેચાણ કરતા રહેવું પડે ...
આપને હું 10 વખત ખરીદી કરાવીશ તો 6 થી 9 વખત સાચું પડશે ...5 વખત કે  ઘણી વખત 4 વખત સાચું પડે તો પણ તમે કમાઈ શકો ...
આ માર્કેટ માં ખોટ થી બીવું નહિ ...
આ માર્કેટ માં ખોટ કરવાની માનશીક્તા   બનાવી ને જ  આવવું તેમ છતાં  તમે ભારે કમાણી કરશો ...
વારે  વારે  ખોટ  જવા  છતાં ભારે કમાણી કઇ રીતે થાય તે જોઈએ ...
પ્રથમ તો સ્ટોપલોસ કરતા ટાર્ગેટ ભાવ ડબલ થી વધુ હશે ...મતલબ ઉપર ના ઉદાહરણ માં જોયા મુજબ ૧૦૦0 રૂપિયા નો શેર ખરીદ્યો ને ૯૫૦ નો સ્ટોપલોસ રાખ્યો તો તમારો ટ્રેડ કે ખરીદી નો નિર્ણય સાચો ના પડે ને શેર તમારી ગણતરી ની વિરુદ્ધ જાય તો ૫૦ રૂપિયા નું નુકશાન જાય ....માટે તેમાં ટાર્ગેટ તેના થી ડબલ રાખવો ...મતલબ તે શેર તમારી ગણતરી પ્રમાણે ખરીદ્યા પછી વધવા માંડે તો ઓછા માં ઓછા ૧૦૦ રૂપિયા ના વધે ત્યાં સુધી તેને વેચી ને નફો ઘરભેગો કરવાની ઉતાવળ નહિ કરવાની ...આવી રીતે તમે માનો કે તમે ૧૦ વખત ખરીદી કરો અને 5 વખત સાચું પડે તો 100* 5=૫૦૦ રૂપિયા નફો થાય ...અને 5 વખત ખોટું પડે તો ૫૦ *5=૨૫૦ નુકશાન જાય ...આમ અડધો  અડધ વખત  મારી સલાહ  ખોટી  પડે તો પણ તમે કમાશો  દર દશ વખત ની ખરીદી ના સેટ મા ૫૦૦-૨૫૦=૨૫૦ રૂપિયા નફો મળે......હવે હું તમને દર ૧૦ વખત  ના  ટ્રેડ કે ખરીદી માં  ૬ થી 9 ટ્રેડ સાચા પડે તેવા ટ્રેડ કે ખરીદી ની સલાહો આપું તે કેટલો નફો કરાવે તે જાતે ગણી લેજો ....વધુ  વિચાર્યા વગર જાતે જ અનુભવી અમારી સાથે કાયમ જોડાશો તે નક્કી ...
શેર બઝાર માં આરીતે જ અઢળક નાણા કમાવાય ...



શુભ શરૂઆત ....

ગુજરાતી   અને અંગ્રેજી ભાષા એમ બન્ને ભાષા  માં  આ બ્લોગ બનાવેલ છે ...
 સ્ટોક  માર્કેટ માં થી  કેવી રીતે કમાવવું ...?
આ પ્રશ્ન નો હલ  તમને  આ બ્લોગ માં થી  મળશે .
આ બ્લોગ સાથે જોડાવ અને કાયમ  નફો કરો ..
અહી તમને સરળ ભાષા માં સીધું સરળ બાય કે સેલ કરવાનું કહેવા માં આવશે ..
મોટાભાગે ટેકનીકલ આધારિત બાય સેલ અપાશે ...
તમને સ્પષ્ટ સૂચના આપવા માં આવે તે કરશો તો નુકશાન નહિ જાય ...

ડિસ્ક્લેઈમર ---આ બ્લોગ નાં આધારે કરેલ બાય સેલ થી અમારી કોઈ જવાબદારી બનતી નથી .શેર બઝાર માં અમુક જોખમ રહેલ હોય છે અને વ્યવસ્થિત પધ્ધતિ સર કામ નહિ કરો તો લોસ નાં ઢગલા વળશે..તેથી અમારી કે આ બ્લોગ સાથે સંકળાયેલ કોઈ ની જવાબદારી તમે કરેલ બાય સેલ માટે રહેશે નહિ ..પોતાના ખર્ચે અને જોખમે બાય સેલ કરવું ...

  ..આ  બ્લોગ ફક્ત સેમ્પલ વર્ક કે આમારા કાયમી ગ્રાહકો માટે છે જે અમારી સાથે જોડાયેલ છે કે જોડાવા માગે છે..